[2022] 50+ Best Makar Sankranti Quotes, Wishes, Status & Shayari Text in Gujarati
Makar Sankranti Quotes in Gujarati
અંગ્રેજી મહિના પ્રમાણે ઉજવાતો હિંદુ તહેવાર કે જે દર વર્ષે ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવાય છે. આ દિવસે સુર્ય ઉતર તરફ પ્રયાણ કરે છે આથી આ દિવસને ઉતરાયણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ દિવસે સુર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે. અને સુર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાતર કરે છે તેને સંક્રાંતિ કહે છે આથી જ આ દિવસે સુર્ય મકર રાશિમાં સ્થાનાંતર કરતો હોય આ દિવસને મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે.
મકરસંક્રાંતિનો આ તહેવાર બધા રાજ્યોમાં જુદા જુદા નામથી જેમકે પંજાબ અને હરિયાણામાં લોહરી, આસામમાં બિહુ, તમિલનાડુમાં પોંગલ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ અને મધ્યપ્રદેશમાં આ તહેવારને મકરસંક્રાંતિ જ્યારે ગુજરાતમાં તેને ઉતરાયણ તરીકે ઉજવવામાં આવે છે.
સૂર્ય મકર રાશિમાં પ્રવેશતા જ કમૂર્તા પૂર્ણ થાય છે અને લગ્નના માંગલિક કાર્યોનો શુભ આરંભ થાય છે. મહાભારતકાળમાં ભીષ્મ એ પણ મકરસંક્રાંતિના દિવસે જ દેહ છોડ્યો હતો. આથી મકરસંક્રાંતિના દિવસને "ભીષ્મદેહોત્સર્ગ" પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે.
ઉતરાયણના દિવસે દાન કરવાનો અનેરો મહિમા છે. આ દિવસે લોકો ગરીબ માણસોને વસ્ત્ર, અન્ન, ધન અને ભોજનનું દાન કરે છે. આ દિવસે પશુ પક્ષીઓ તેમાં પણ ખાસ કરીને ગાયને યાદ કરવામાં આવે છે. ગાયને ધઉં અને બાજરીની ધુધરી બનાવી ખવડાવવામાં આવે છે. તલના લાડુમાં સિક્કા મુકી ગરીબોમાં વહેંચી ગુપ્તદાન પણ કરવામાં આવે છે. આ દિવસે લોકો નાના બાળકોને બિસ્કીટ, ચોકલેટ, સાકર, શેરડી, તલની ચિક્કી, શીંગની ચિક્કી, મમરાના લાડુ વહેંંચે છે. ઉતરાયણનો દિવસ આનંદની સાથે સાથે પુણ્યનું ભાથું બાંધી લેવાનો પણ અવસર છે.
Makar Sankranti Quotes in Gujarati
1. તું તારે કર્યા કર ખેંચાખેંચ, અમે તો ઢીલ દેવામાં જ માનીએ...
હોય મોટો ફીરકો કે ભલે લચ્છો, અમે તો ગૂંચ ઉકેલવામાં જ માનીએ...
તું તારે કાપ્યા કર સૌ ના પતંગો ભર દોરીએ, અમે તો કોઇકની દોરીમાં લપેટાઈ જવામાં જ માનીએ...
એડવાન્સમાં આનંદમય, ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ...
2. મીઠા ગોળમાં મળી ગયા તલ,
ચગી પતંગ અને ખીલી ગયું દિલ,
જીંદગીમાં આવે ખુશીયોની બહાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
3. હોય દોર હાથમાં ને દોસ્ત સાથમાં...
તો તરત ઉડી પતંગ નભને લઈલે બાથમાં...!!
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
4. ક્યારેક ખેંચવું પડે તો ક્યારેક ઢીલ પણ આપવી પડે,
આ જિદગી પતંગ જેવી જ છે.
ક્યારે સબંધ માટે કપાવું પડે તો ક્યારે સબંધ પણ કાપવા પડે…
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
5. ફીરકી પકડનારી છોકરીઓ તો ઘણી મળી જશે,
મારે તો એવી છોકરી જોઈએ જે
દોરીમાં પડેલી ગુંચને ઉકેલી આપે.
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
6. તનમાં મસ્તી, મનમાં ઉમંગ,
મિત્રો સાથે મળી ચગાવીએ પતંગ
આકાશમાં ભરી દઈએ પ્રેમનો રંગ...!!
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
7. તલ જેવડું પણ દુઃખ કદી ન આવે,
ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે...
જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં,
એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં..!!
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
8. પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ઉંચાઈ સુધી પહોંચે.
પહેલા ઊતરાણમાં લોકો પૂછતાં.. કેટલી દોરી ઘસાવી..?
આજકાલ બધા એક જ સવાલ પૂછે…
કેટલી બાટલી ભરાવી…?
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
9. સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચળ છોરી હોય છે.
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે...!!
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
10. સૂર્યની કૃપા હંમેશાં તમારા અને તમારા પરિવાર પર
રહે અને તમે અને તમારા પરિવારને સુખી અને
સ્વાસ્થ્ય વર્ધક ઉત્તરાયણની શુભેચ્છાઓ.
11. મીઠા ગોળમાં મળી ગયા તલ,
ચગી પતંગ અને ખીલી ગયું દિલ,
જીંદગીમાં આવે ખુશીયોની બહાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
12. પીંછા વિના મોર ના શોભે,
મોતી વિના હાર ના શોભે,
તલવાર વિના વીર ના શોભે,
માટે તો હું કહું છું કે,
દોસ્તો વિના ઉતરાયણમાં ધરની અગાશી ના શોભે...!!
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
13. આશાના આકાશમાં વિશ્વાસની દોર વડે
આપની સફળતાનો પતંગ સદા નવા મુકામ પ્રાપ્ત કરે
તેવી મક્રરસંક્રાંતિ(ઉત્તરાયણ) ની હાર્દિક શુભકામનાઓ સાથે શુભ મક્રરસંક્રાંતિ.
14. ઉડી ઉડી રે પતંગ મારી ઉડી રે,
ચાલી વાદળોને સંગ
લઈને મારા ઉમંગ,
આ તો પ્રિયતમાને ગામ ચાલી રે.
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
15. મીઠા ગોળમાં મળી ગયા તલ,
ચગી પતંગ અને ખીલી ગયું દીલ,
જીંદગીમાં આવે ખુશીઓની બહાર,
મુબારક તમને મકરસંક્રાતિનો તહેવાર...!!
16. ફક્ત કહેવા ખાતર ઉત્તરાયણની એક દિવસની વાર છે,
બાકી એકબીજાની કાપવાની System... આખું વર્ષ ચાલે
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
17. સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચળ છોરી હોય છે,
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
18. મગફળીની ખુશ્બુ, ગોળની મીઠાશ,
મકાઈની રોટલી, સરસવનો સાગ,
દિલની ખુશી, મિત્રોનો પ્યાર
મુબારક તમને મકરસંક્રાતિનો તહેવાર
19. પતંગના ત્રણ અક્ષર એટલે...
પ = પવિત્ર બનો.
તં = તંદુરસ્ત રહો.
ગ = ગગન જેવા વિશાળ બનો, સંકુચિત ન બનો.
આપણા હ્રદય- આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા,
સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો ચગાવવા જોઈએ.
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
20. આતો દુનિયાની રસમ એને નડે છે,
બાકી દોરી થી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે,
પણ શાયદ નસીબમાં જ છે એનું કપાવાનું,
એટલે ઘણા હાથમાં એ ચગે છે.
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
21. આશાના આકાશમાં વિશ્વાસની દોરી વધે,
આપની સફળતાનો પતંગ સદા નવા મુકામ પ્રાપ્ત કરે.
તેવી હાર્દિક શુભકામના...
22. સૂર્ય ઉપાસનાના પવિત્ર તહેવાર મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન સુર્યનારાયણ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે.
ઉત્તરાયણનો આ પવિત્ર તહેવાર આપણને જીવનમાં પુણ્ય-દાનનું મહત્વ સમજીને જરૂરિયાતમંદો-ગરીબોના સુખ-દુ:ખમાં સહભાગી થવાની અને પ્રાણીઓ-પક્ષીઓની સેવા કરવાની પ્રેરણા આપે છે.
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
23. મગફળીની ખુશ્બુ, ગોળની મીઠાશ
મકાઈની રોટલી, સરસવનો સાગ
દિલની ખુશી મિત્રોનો પ્યાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
24. તનમાં મસ્તી મનમાં ઉમંગ,
ચાલો બધા એક સંગ,
આજે ઉડાવીશું પતંગ,
ઉછાળીશું હવામાં સંક્રાંતિના રંગ,
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
25. દાન-પુણ્યના પાવન પર્વ 'ઉત્તરાયણ'ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આનંદ, ઉમંગનું આ તહેવાર આપ સૌના જીવનમાં નવી ઉર્જા સાથે સફળતા લાવનારો બની રહે એવી પ્રાર્થના. મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
26. તનમાં મસ્તી મનમાં ઉમંગ
મિત્રો સાથે મળી ચગાવીએ પતંગ
આકશમાં ભરી દઈએ પ્રેમનો રંગ.
મકરસંક્રાંતિ ની શુભકામના
27. ઉતરાયણમાં જેમ સુર્ય ઉતરમાં ગતિ કરે
તેમ આપની તથા આપના કામ કાજમાં
ઉતરોતર વધારો થાય,
દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી
ભગવાન પાસે પ્રાર્થના સાથે
મારા અને મારા પરિવાર તરફથી
તમને અને તમારા પરિવારને ઉતરાયણ-
મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ.
28. સુખ, શાંતિ તથા સમૃધ્ધિની મંગલકામનાઓ સાથે
આપ સૌને ભગવાન સૂર્યનારાયણની આરાધનાના
પાવન પર્વ મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.
29. શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ,
ખુશી તમે આપજો હસીને હું બતાવીશ,
રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ,
કિન્યા તમે બાંધજો પતંગ હું ચગાવીશ.
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
30. આપ સૌને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું.
સૂર્યના રાશિ પરિવર્તનને સામાજિક ઉલ્લાસના અવસરરૂપે વણી લેતો આ તહેવાર
આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ લઈ આવે તેવી અભ્યર્થના.
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
31. વિચારું કે કોઈ અંગત સાથે વાત કરું,
આપનું કોઈ ખાસ ને યાદ કરું
કર્યો વિચાર, સંક્રાંતિ ની શુભ કામના આપવા માટે
હૈયા એ કીધું કે કેમ આપના થી જ શરૂઆત કરું.
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
32. શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ
ખુશી તમે આપજો હસીને હું બતાવીશ
રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ
કિન્ના તમે બાંધજો પતંગ હું ચગાવીશ…
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
33. મકરસંક્રાંતિની શુભકામના.
મિત્રો પ્રેમની પતંગ ઊડાડજો...
નફરતના પેચ કાપજો...
દોરી જેટલો સંબંધ લંબાવજો…
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
34. મીઠા ગોળમાં મળી ગયા તલ,
ચગી પતંગ અને ખીલી ગયું દિલ,
જીંદગીમાં આવે ખુશીયોની બહાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
35. ઉતરાયણ છે સાચવજો,
કોઈ તમારી લાગણીઓ
ચગાવી ન જાય તે જોજો...!!
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
36. ભગવાન સૂર્યનારાયણની કૃપાથી સૌની સુખ,શાંતિ
અને સમૃદ્ધિ ઉત્તરોત્તર પ્રગતિ કરે તે જ અભ્યર્થના સહ
રંગબેરંગી આકાશી ઉત્સવ મકરસંક્રાંતિની મંગલમયી શુભકામનાઓ.
37. ઉડી ઉડી રે પતંગ મારી ઉડી રે,
ચાલી વાદળોને સંગ, લઈને મારા ઉમંગ,
આ તો પ્રિયતમાને ગામ ચાલી રે.
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
38. તનમાં મસ્તી, મનમાં ઉમંગ,
ચાલો બધા એક સંગ, આજે ઉડાવીશું પતંગ
ઉછાળીશું હવામાં સંક્રાંતિના રંગ…
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
39. આપની સુખ અને સફળતાની પતંગ
સૌથી ઊંચી ઉડાન ભરે તેવી આશા સાથે
આપ સૌને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ...!!!
40. સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચળ છોરી હોય છે,
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
41. આતો દુનિયાની રસમ એને નડે છે,
બાકી દોરીથી અલગ થવાનું પતંગે ને ક્યાં ગમે છે.
પણ શાયદ નસીબમાં જ છે એનું કપાવાનું,
એટલે ઘણા હાથમાં એ ચગે છે…
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
42. આશાના આકાશમાં વિશ્વાસ ની દોર વડે
આપની સફળતાનો પતંગ સદા નવા મુકામો પ્રાપ્ત કરે એવી પ્રભુને પ્રાથના.
આપ સૌને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ.
43. મગફળીની ખુશ્બુ, ગોળની મીઠાશ
મકાઈની રોટલી, સરસવનો સાગ
દિલની ખુશી મિત્રોનો પ્યાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા..
44. તમામ ભાઈઓ-બેનો ને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ.
તલ અને ગોળ ની મીઠાશ તમારા જીવનમાં પણ એક નવી મીઠાશ ભરે.
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
45. સૂર્યના રાશિ પરિવર્તનની પ્રાકૃતિક ઘટનાને
પતંગોત્સવના રૂપે ઉત્સાહ અને ઉમંગથી ઉજવતા
ગુજરાતી ભાઈ-બહેનોને ઉત્તરાયણની શુભેચ્છઓ.
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
46. ખુશ થવાના ઉમંગ છે, ઉત્તરાયણ નો પ્રસંગ છે.
આજે મારા ગામના નાના ભુલકાઓ સાથે ઉત્તરાયણની મજા માણી,
આશા રાખું છું કે આપ સૌ પણ ઉત્તરાયણની મજા સુરક્ષિત અને આનંદમય રીતે માણી રહ્યા હશો.
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
47. હર્ષોન્માદ અને ખુશાલીનાં પાવનકારી પર્વ મકરસંક્રાંતિની આપ સૌને શુભકામનાઓ.
આ પાવન પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપન્નતા લાવે એજ અભ્યર્થના.
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
48. પતંગ ની ઊંચી ઉડાન ના જેમ તમારી જીવન માં પણ એવી ઊંચાઈ ભરી પ્રગતિ અને સુખ શાંતી અને સમૃદ્ધિ રહે, ઉત્તર દિશા ના પવન ની જેમ તેમાં ઉત્તરોત્તર વધારો થતો રહે.
મકરસંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છા.
49. તહેવાર તો એક બહાનું છે, ઉજવણીનું...
ભેગાં થઈ આનંદ અને પ્રેમ વહેંચવાનો અવસર છે...
સંસ્કૃતિએ માનવ મનને ઓળખી ગોઠવેલો એક સરસ ઉપાય છે...
સાથે વહન અને સમન્વયની પરંપરા જાણવી રાખવાની રીત પણ છે...
સહુને ઉતરાયણ / મકરસંક્રાંતિની શુભકામના.
50. તંગ પરિસ્થિતિમાં પણ પતંગની જેમ
સ્થિર રહીને જિંદગીની ખુશી માણીએ તેવી મકરસંક્રાંતિની શુભકામના.
51. ઉત્તરાયણનું પર્વ આપ સૌના જીવનમાં
સુખ,શાંતિ અને વૈભવ લાવે.
ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ.
52. ઉત્તરાયણ નો તહેવાર તમારા જીવનમાં,
શાંતિ, સંતોષ અને આનંદ લાવે.
મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.
53. ઉત્તરાયણ ના શુભ પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આજનો તહેવાર આપણા સહુના જીવનમાં પ્રગતીનો નવો અધ્યાય શરુ કરે તેવી પ્રભુને પ્રાર્થના.
54. સૂર્યદેવ તમારા જીવન અને ઘરને,
પ્રકાશ અને ખુશીઓથી ભરી દે તેવી શુભેચ્છઓ.
55. બધા દેવો માં પ્રત્યક્ષ દર્શન દેતા દેવ "સૂર્ય દેવ" ની ઉપાસનાના પર્વ ઉત્તરાયણની શુભકામનાઓ.
Comments
Post a Comment