100+ Good Morning Quotes in Gujarati | Gujarati Suvichar | Quotes
આ Good Morning wishes and quotes msg in Gujarati fornt with 140 character SMS and images માં દરેક દિવસના અનુભવોથી ભરેલ કે જેમાં સુવિચાર, પ્રેરણા ભર્યા સંદેશ અથવા મેસેજ જે જીવન માં ખુબજ ઉપયોગી એવા જીવન નું સત્ય તમે તમારા સંબંધી, દોસ્તો, પ્રેમી, પ્રેમિકા ( gf ), વગેરે... ને તમે રોજ સવારે એક "શુભ સવાર" સંદેશ પાઠવી ને એક એક હાસ્ય, પ્રેરણા અથવા પ્રેમ ભર્યા સારા સવારની શરૂઆત કરવી શકો છો જેથી તમારો દિવસ ની શરૂઆત પણ હાસ્ય, પ્રેરણા અને પ્રેમ ભરી સવાર થી થાય.
1. પોતાની જાતને સમય આપો,
તમારી પહેલી જરૂરિયાત તમે ખુદ છો
2. વીતેલા સમય ની નોંધ રાખો કે ન રાખો પરંતુ..
તેમાંથી મળેલ અનુભવ ની નોંધ જરૂર રાખજો.
3. ખોટી દિશામાં વધી રહેલી ભીડનો હિસ્સો બનવા કરતા સાહેબ.
સાચી દિશામાં એકલા ચાલવું સૌથી ઉત્તમ છે..
4. ટીકા કરો તો વ્યક્તિ તૂટી જાય પરંતુ
કોઈને ટેકો કરો તો વ્યક્તિ ટકી જાય છે.
5. જે પોતાનાં માટે જ જીવે છે
એ ક્યારેય જવાબદારી માથે નથી લેતાં,
અને જે જવાબદારી માથે લે છે...
એ કદી પોતાનાં માટે નથી જીવતા..!
6. સારી આદત કેળવવામાં ઘણી સમસ્યાઓ ભલે આવે઼
જે એને પાર કરે તે સફળતાને પામે.
7. માણસ હંમેશા પોતાની પાસે બે ત્રાજવા રાખતો હોય છે,
જેમાં એ બીજાને તોલે એમાં પોતાને ક્યારેય તોલતો નથી...
8. હકીકત જ શોધવી પડે છે સાહેબ,
બાકી અફવાઓ તો ઘર સુધી પહોંચી જ જાય છે..
9. શ્રેષ્ઠ કર્મ એ નથી કે જેનું પરિણામ સારું હોય,,,
શ્રેષ્ઠ કર્મ એ છે જેનો ઉદેશ્ય સર્વશ્રેષ્ઠ હોય...!!!
10. જીવનનાં સંઘર્ષમાં
જો ફુલની અપેક્ષા હોય
તો સાથે મળતાં કાંટાંની સ્વીકૃતી જરૂરી છે
11 કંઇક ભેગુ એની પાસે જ થાય છે જે વહેંચી શકે છે
પછી ભલે એ પ્રેમ હોય ભોજન હોય કે માન હોય..!!
12. વિચારો શ્રેષ્ઠ જ હોવા જોઈએ કારણ કે
દ્રષ્ટિ નો ઈલાજ શક્ય છે પરંતુ દ્રષ્ટિકોણનો
નહીં..
13. તમે જે આંનદ કરો છો તે કરેલા સારા કર્મોનું પરિણામ જ છે
બાકી તકલીફ તો મનુષ્ય અવતારમાં ભગવાન ને પણ પડી હતી.
14. મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો સાહેબ
તમારી હોય કે મારી હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે..!!
15. ફક્ત લોહીના સંબંધોથી પરિવાર નથી બનતો,
મુશ્કેલી નાં સમયમાં હાથ પકડનાર વ્યક્તિ પણ પરિવારના
સદસ્ય થી વીસેષ હોયછે...!
16. કોઈએ પૂછ્યું: હૃદયની Speciality શું છે ? મેં કહ્યું હજારો ઇચ્છા હેઠળ દબાઇને પણ ધબકતા રહેવું...!
17. હૃદય થી સાફ રહેશો તો, કેટલાય લોકોના ખાસ રહેશો.
સુવિચારો મહત્વ નાં નથી સુ(શું)વિચારો છો? તે મહત્વનું છે.
18. કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં પણ દરેક વસ્તુ ની કિંમત ફકત સમય જ સમજાવી શકે છે
19. મનમાં હંમેશા સફળતાની ઉમ્મીદ કરવી જોઈએ,
ભાગ્ય બદલાય કે, ન બદલાય પરંતુ સમય જરૂર બદલાય છે.
20. જેણે પોતાનું મન જીતી લીધું છે તેના માટે, મન શ્રેષ્ઠ મિત્ર છે,
પરંતુ જે તે કરવામાં નિષ્ફળ ગયો છે તેના માટે મન સૌથી
મોટું શત્રુ છે.
21. આશા ભલે ગમે તેટલી નાની હોય, પણ નિરાશા કરતા તો સારી જ હોય છે !
22. તમારી આવડત તમને ઉચ્ચ સ્થાન પર મૂકે છે પણ ...
તમારી મહેનત અને તમારો સ્વાભાવ તમને ઉચ્ચ સ્થાને ટકાવી
રાખે છે..!!!
23. બધાથી અઘરું આસન આશ્વાસન,
બધાથી લાંબો શ્વાસ વિશ્વાસ,
બધાથી અધરો યોગ વિયોગ અને
બધાથી સારામાં સારો યોગ સહયોગ છે.
24. સાદગી એ ઉત્તમ સુંદરતા છે,
ક્ષમા એ ઉત્તમ બળ છે,
નમ્રતા એ ઉત્તમ તકૅ છે, અને
મિત્રતા એ ઉત્તમ સંબંધ છે...
25. જ્યાંથી અંત થયો હોય, ત્યાંથી નવી શરૂઆત કરો.
જે મળવાનું હોય છે એ, ગુમાવેલા કરતા હંમેશા સારું જ હોય છે !!
26. ઈશ્વર ઘણા સ્વરૂપે આપણને મદદ કરવા આવે છે..
એટલે ઈશ્વર ને શોધવો નહીં...ઓળખવો...
27. સંબંધો ની કદર પણ પૈસા ની જેમ કરો
કારણ કે બંને ને ગુમાવવા સહેલા છે
અને કમાવવા મુશ્કેલ છે......
28. મહેલો ની જરૂર હોય છે માત્ર રહેવા માટે,
બાકી વસી જવા માટે કોઇના ખોબા જેવડા દિલ નો એકાદ
ખુણો જ કાફી છૅ.
29. ગજબની છે જિંદગીની રીત સાહેબ,
કામ આપણું, સમસ્યા પણ આપણી,
પણ રસ બીજા લે છે !!
30. કોઈના હ્રદયમાં રહેવું,
એ દુનિયા નું સૌથી મોટું દસ્તાવેજ વાળું ઘર છે !!
31. જેણે પોતાનો સમય ખરાબ જોયો છે ને,
એ વ્યક્તિ કોઈ દિવસ બીજાનું ખરાબ નહીં કરે !!
32. સાચો માણસ એ જ છે,
જે નાના માણસોની કદર કરે,
કેમ કે દિલ તો બધા પાસે હોય છે,
પણ દિલદાર બધા નથી હોતા !!
33. જિંદગી કેમેરા જેવી જ છે,
જે મહત્વનું હોય તેની પર ફોકસ રાખશો તો પિક્ચર
પરફેક્ટ મળશે !!
34. મિત્ર અને મહેંદી બંને એક સરખા કાર્ય કરે
છે,
મહેંદી હાથને રંગે છે, જ્યારે મિત્ર હૈયાને રંગે છે !!
35. જેવા વર્તનની અપેક્ષા બીજા પાસે રાખો છો,
પહેલા એવું વર્તન તમે એની સાથે કરો !!
36. ઈશ્વરે બીજાને શું આપ્યું છે,
એ જોવામાં આપણે આટલા બધા વ્યસ્ત છીએ કે,
ઈશ્વરે આપણ ને શું આપ્યું છે,
એ જોવાનો ટાઈમ જ નથી !!
37. ક્યારેક કોઈ વસ્તુનો ઘમંડ આવી જાય તો,
સ્મશાનમાં એક ચક્કર લગાવી લેજે,
તમારા કરતાં પણ વધારે હોંશિયાર માણસો,
ત્યાં રાખ બનીને પડ્યા છે !!
38. ગમતા લોકોને મેસેજ કરવા,
નેટની નહીં હેતની જરૂર હોય છે !!
39. કોઈની સાથે બદલો લેવામાં સમય વ્યર્થ ના કરો,
કેમ કે જે તમને દુઃખી કરતું હોય છે,
એ સ્વયં પોતાના કર્મનો સામનો કરશે !!
40. મૂર્તિને દીવા કરવાની કંઈ જરૂર નથી,
કોઈનું દિલ ના બળે એનું ધ્યાન રાખો તો
સમજો પૂજા થઇ ગઈ !!
41. કોઈની ભૂલ હોય તો એક શુભચિંતક બનીને કાનમાં કહેજો,
ગામમાં નહી !!
42. અજવાળામાં તો ઘણા મળે, પણ શોધ એની કરો,
જે અંધારામાં પણ સાથ દે !!
43. મનનું મનમાં રાખતા નહીં,
તક મળે ત્યાં બોલી દેજો,
ઘુંચ બનવાની રાહ ના જોતા,
ગાંઠ મળે ત્યાં ખોલી લેજો !!
44. વાંચેલા જ્ઞાન કરતાં,
વેઠેલી પરિસ્થિતિ વધુ શીખવી જાય છે !!
45. તમારી આવડત તમને ઉચ્ચ સ્થાન પર મૂકે છે પણ
તમારી મહેનત અને તમારો સ્વાભાવ તમને ઉચ્ચ સ્થાને
ટકાવી રાખે છે..!!!
46. આશા ભલે ગમે તેટલી નાની હોય, પણ નિરાશા કરતા તો સારી જ હોય છે !
47.
જેણે પોતાનું મન જીતી લીધું છે તેના માટે, મન શ્રેષ્ઠ મિત્ર છે,
પરંતુ જે તે કરવામાં નિષ્ફળ ગયો છે તેના માટે મન
સૌથી મોટું શત્રુ છે.
48. મનમાં હંમેશા સફળતાની ઉમ્મીદ કરવી જોઈએ,
ભાગ્ય બદલાય કે, ન બદલાય પરંતુ સમય જરૂર બદલાય છે.
49. હૃદય થી સાફ રહેશો તો,
કેટલાય લોકોના ખાસ રહેશો.
સુવિચારો મહત્વ નાં નથી
સુ(શું)વિચારો છો? તે મહત્વનું છે.
50. કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં
પણ દરેક વસ્તુ ની કિંમત ફકત
સમય જ સમજાવી શકે છે
51.
આસુંના મોલ ના હોય,
પણ જે ખરા સમયે લુછી જાય,
એ વ્યક્તિ અણમોલ હોય !!
52.
કોઈ ફરક ના પડે ભલે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય,
બસ કૃષ્ણ જેવો દોસ્ત તમારી સાથે હોવો જોઈએ !!
53.
ચહેરા અજાણ્યા થઇ જાય તો વાંધો નહીં,
પણ જાણીતાનું વર્તન બદલાઈ જાય
તો બહુ તકલીફ પડે છે સાહેબ !!
54. આર્થિક સ્થિતિ
કેટલી પણ સારી હોય,
પણ જીવનનો આનંદ લેવા માટે માનસિક સ્થિતિ સારી હોવી જોઈએ !!
55. રેતીમાં
ઢોળાયેલી ખાંડ કીડી વીણી શકે છે હાથી નહીં,
એટલે ક્યારેય નાના માણસને નાનો ન ગણવો !!
56. સંબંધો પણ પહાડ
જેવા થઇ ગયા છે,
જ્યાં સુધી આપણે ના બોલાવીએ ત્યાં સુધી
સામેથી અવાજ જ નથી આવતો સાહેબ !!
57.
સાચું બોલનારને જુઠ્ઠની ખબર ન હોય એવું બને,
પણ જુઠું બોલનારને સો ટકા સત્યની ખબર હોય જ છે !!
58. સહકાર ના આપી
શકો તો કઈ નહિ,
પણ મહેરબાની કરીને ખોટા કોય ને હેરાન ન કરતા !!
59. બીજાનું
સાંભળીને કોઈ કિંમતી માણસને ખોઈ ના દેતા,
લોકો તમારો સંબંધ તોડવાની કોશિશ જરૂર કરશે !!
60. કોઈ સ્થળે આપણે
સમાવું હોય તો,
એ સ્થાન કરતા આપણે નાનું થવું પડે,
પછી એ સ્થાન કોઈનું હ્રદય પણ કેમ ન હોય !!
61.
પાણીથી તસ્વીર ક્યાં બને છે,
સપનાથી નસીબ ક્યા બને છે,
કોઈને પ્રેમ કરો તો સાચા દિલથી કરજો,
કેમ કે જિંદગી ફરી ક્યાં મળે છે !!
62. કોઈના સમ ખાવા
થી કોઈ મરી નથી જતું,
પણ તમે તેની કેટલી ઈજ્જત કરો છો તે મપાય જાય છે !
63.
ગુલાબની જેમ ખુશ્બુ ફેલાવતા રહો,
પવનની જેમ શીતળતા રેલાવતા રહો,
મળ્યુ છે અમૂલ્ય માનવજીવન,
સદા હસતાં રહો અને હસાવતાં રહો !!
64. રાજાની જેમ રાજ
કરવું હોય તો,
પેલા ગુલામની જેમ મહેનત કરવી પડે છે !!
65. ઘર નાનું હોય કે
મોટું, પણ મીઠાશ જ ના
હોય,
ત્યાં માણસો તો શું કીડીઓ પણ નથી આવતી !!
66. ખબર અંતર નો
અર્થ એ છે કે,
અંતર ભલે ગમે તેટલું હોય,
પરંતુ ખબર રાખવી એ જ સાચી લાગણી !!
67.
સફર કેટલો હશે તે ખબર નથી મિત્રો,
તમારી સાથે જેટલો પણ હશે અણમોલ હશે !!
68. એકવાર ભરોસો
કર્યા પછી શંકા ના કરવી,
કેમ કે જમ્યા પછી પણ જો ભૂખ લાગે તો,
ખામી આપણામાં હોય પીરસનારમાં નહીં !!
69. તમે આનંદ કરો છો
તેની પાછળ કોઈની દુઆ છે,
બાકી તકલીફ તો રામને પણ પડી હતી,
નસીબ જ્યારે સાથ છોડે ને ત્યારે જ સંબંધો હાથ જોડે છે !!
70.
બીજા લોકો કેવા છે એ સાબિત કરવામાં,
આપડે કેવા છીએ એ સાબિત થઈ જાય છે !!
71.
મિત્રો કોઈથી નારાજ થતાં પહેલાં એની મજબૂરી શું છે,
તે જરૂર સમજી લેજો !!
72.
માટીના રમકડાં અને મિત્રોની કિંમત સાહેબ,
બનાવનાર ને જ ખબર હોય તોડનાર ને નહીં !!
73.
મારી દોસ્તી નું એટલું માન રાખજો,
સુખમાં ભલે ભૂલી જાવ પણ દુઃખમાં મને યાદ કરજો !!
74.
થોડા લાગણી ભર્યા સંબંધોની તરસ છે,
બાકી તો જીંદગી બહુ સરસ છે માણો તો મોજ છે,
બાકી ઉપાદી તો રોજ છે !!
75.
સાગરના મોતી શોધવા સહેલા છે,
માનવીના મન સમજવા અઘરા છે,
જિંદગી તો સસ્તી જ છે દોસ્ત,
મોંઘી તો જીવવાની રીત છે !!
76.
એકતા અને સંપ તો લોહીમાં હોય છે સાહેબ,
બાકી કીડીઓ ક્યાં કોઈ યુનિવર્સિટી માં ભણવા જાય છે !!
77.
જીવનમાં ક્યારેય જો હું ખરાબ લાગુ,
તો દુનિયા ને જણાવતા પહેલા એકવાર મને જરૂરથી જણાવી દેજો,
કારણ કે પરિવર્તન મારે કરવાનું છે,
દુનિયાને નહીં !!
78.
સારા માણસોની સંગત માં હંમેશાં ફાયદો જ થાય છે,
ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે !
79.
જીવનમાં કોઈક વાર અંધારું પણ જરૂરી છે,
ખબર પડે કે આપણી જોડે સાચા હીરા ક્યાં છે,
નહિતર તડકામાં કાચના ટુકડા પણ હીરાની જેમ ચમકે છે !!
80. ભગવાન જે કરે ઈ
બધુ સમજી વિચારી ને જ કરે છે,
હવે જો કાન આટલા બધા બાર ના કાઢ્યા હોત તો,
ખીલી ઠોકીને માસ્ક પહેરવા પડત,
81.
ધર્મ કરતા કર્મ ચડિયાતું છે,
ધર્મ કરીને ભગવાન પાસે માંગવું પડે છે,
અને કર્મ કરો એટલે ભગવાનને આપવું પડે છે !!
82. ગુસ્સો આવે તો
થોડા થોભી જાવ,
અને ભૂલ કરો તો થોડા નમી જાવ,
દુનિયાની બધી સમસ્યાઓ હલ થઈ જશે !!
83.
ચિંતાથી મોટો કોઈ વાયરસ નથી,
અને વિશ્વાસથી મોટી કોઈ વેક્સિન નથી !!
84. કેટલાક સંબંધ
ભગવાને બનાવ્યા છે,
કેટલાક સંબંધ મનુષ્યો એ બનાવ્યા છે,
પણ કેટલાક લોકો સંબંધ વગર સંબંધ નિભાવે છે એને જ દોસ્તી કહે છે
!!
85. પરિસ્થિતિ તમને
સાચવી લેતો એ કિસ્મત છે,
પણ પરિસ્થિતિને તમે સાચવી લો તો એ તમારી સમજણ છે.
86. જ્યાંથી અંત થયો હોય,
ત્યાંથી નવી શરૂઆત કરો.
જે મળવાનું હોય છે એ,
ગુમાવેલા કરતા હંમેશા સારું જ હોય છે !!
87. જવાબદારી ઘરમાં રાખેલ કુંડા ના છોડ સમાન છે
છોડ ને મોટા થવાનો અધિકાર નથી તો પણ કાયમ લિલાછમ રહેવું પડે છે
88.
મુશ્કિલ પરિસ્થિતિઓમાં સંઘર્ષ કરતી વખતે,
એક બહુમૂલ્ય સંપત્તિ વિકસિત થાય છે..
જેનું નામ છે આત્મબળ..
89.
જીંદગી મા મળે તો ઘણું છે પણ સાહેબ,
આપડે ગણતરી એનીજ કરીયે છીએ જે નથી મળતુ..
90. શબ્દો
તો માત્ર વાક્ય ની શોભા છે, સાહેબ..
બાકી સમજવા વાળા તો કોરુ કાગળ અને
મૌન પણ સમજી જાય છે..
91. નીભાવતા આવડવું જોઈએ. બાકી,
લાગણીઓનો લાભ લેતા તો
આખી દુનિયાને આવડે છે !!
92. બદલો લેવાની ભાવના વ્યક્તિની અંદર રહેલા માણસને મારી નાખે
છે ...પણ
ધીરજ અને સહનશક્તિ માનવીને મહાન બનાવે છે
93. આભાર કે ઉપકાર માનવો એ શિસ્ત છે પણ,
ઉપકાર યાદ રાખવો એ સંસ્કાર છે.
94. એક સારું જીવન જીવવા માટે એ સ્વીકારવું જરૂરી છે કે
આપણી પાસે જે છે એજ સર્વશ્રેષ્ઠ છે.
95.
સાથ આપવા કોઇ તૈયાર નથી સલાહ આપવા લાખો બેઠા
કોઈનો સાથ આપો તો જીંદગીભર નો આપજો સાહેબ
કેમકે થોડી વાર પુરતો સાથ તો બધા અર્થિ ને પણ આપે છે.
96. બહુ મોટા માણસ બનવાની કોશીસ ન કરતા કારણકે.
મોટા થવા થી માતા પણ કેડેથી નીચે ઉતારીદે છે તો આતો દુનિયા છે.
97.
તું થાય એટલી જ કર, ક્યાં કહું
છું કે મહેનત જાજી કર ;
કોઈ ન જુએ તો ચાલશે પણ ક્યારેક તારા અંદર રહેલાને તો
રાજી કર.
98. પ્રતિષ્ઠા વધે ને એટલે,
નિંદા નો ટેક્ષ તો ચૂકવવો જ પડે...!!
99. એટલે નિંદા થી ગભરાવું નહીં,
નિંદા તો તમારી પ્રગતિ ની નિશાની છે.
100. કોઈને હરાવવું, એ તો તદ્દન સરળ છે,
પરંતુ તમે કોઈને દિલ થી જીતી બતાવો તે મહત્વનું છે.
101.
ધર્મ કરતા કર્મ ચડિયાતું છે,
ધર્મ કરીને ભગવાન પાસે માંગવું પડે છે,
અને કર્મ કરો એટલે ભગવાનને આપવું પડે છે !!
102. ગુસ્સો આવે તો થોડા થોભી જાવ,
અને ભૂલ કરો તો થોડા નમી જાવ,
દુનિયાની બધી સમસ્યાઓ હલ થઈ જશે !!
103. કેટલાક સંબંધ ભગવાને બનાવ્યા છે,
કેટલાક સંબંધ મનુષ્યો એ બનાવ્યા છે,
પણ કેટલાક લોકો સંબંધ વગર સંબંધ નિભાવે છે એને જ
દોસ્તી કહે છે !!
104. સૂઈ જાય છે બધા પોતાની કાલ માટે,
પણ એ કોઈ નથી વિચારતું કે,
આજે જેનું દિલ દુભાવ્યું એ સૂતા હશે કે નહિ !!
105. એક વર્ષ માણસ સાથે રહીને કોરોનાના લક્ષણો બદલાઈ ગયા,
પણ માણસના લક્ષણો હજુ એવાને એવા જ છે !!
106. પરિવાર જેવી દવા અને મિત્ર જેવી રોગપ્રતિકારક શક્તિ હોય ને,
તો કોઈ દિવસ કાંઈ ના થાય !!
107. સારા માણસને ક્યારેય વખાણની જરૂર નથી પડતી,
કેમ કે સાચા ફૂલો પર ક્યારેય અત્તર ન છાંટવું પડે !!
108. જયારે સમય સારો હોય ત્યારે ભૂલને હસી કાઢવામાં આવે,
પરંતુ જ્યારે સમય ખરાબ હોય ત્યારે,
તમારા હાસ્યમાંથી પણ ભૂલ કાઢવામાં આવે છે !!
109. પલ પલથી બને છે અહેસાસ,
અહેસાસથી બને છે વિશ્વાસ,
વિશ્વાસથી બને છે સંબંધ,
અને સંબંધથી બને કોઈ ખાસ !!
110.
કોઈ પણ વ્યક્તિ એની મરજીથી ચૂપ નથી હોતો,
બસ પરિસ્થિતિ ચૂપ રહેવા પર મજબૂર કરી દે છે !!
111.
પ્રેમ અને દોસ્તીમાં બસ એટલો જ ફરક હોય છે,
એક તમને ખુશ જોવા માગે અને એક તમને ખુશ કરવા માંગે
છે !!
112.
અદા બદલે છે, ચહેરા બદલે છે, માણસ છે સાહેબ,
માનતા પૂરી ના થાય તો ભગવાન પણ બદલે છે !!
113.
જિંદગીમાં બીજું કશું નથી જોઈતું,
પણ ફક્ત એટલી જ આશા રાખું છું કે,
આવનાર સમય વિતેલા સમય કરાતા ઘણો સારો હોય !!
114. નથી આસાન તોય માણવાની છે આ જિંદગી,
અઘરી
છે છતાં મજાની છે આ જિંદગી,
બધું
તો ધાર્યું નથી થતું આપણું,
પણ જે
થાય છે,
એમાં જ ખુશી શોધવાની છે જિંદગી !!
115.
અત્યારે જે સમય ચાલી રહ્યો છે,
તે ભગવાનનો માણસને એક સંદેશ છે કે,
આ ધરતી પર તમે મહેમાન છો માલિક નથી !
116.
કોઈને પોતાના બનાવવા હોય તો,
એમને સમજવાનો પ્રયત્ન કરો,
પારખવાનો નહીં !
117.
કોઈ ફરક ના પડે ભલે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય,
બસ કૃષ્ણ જેવો દોસ્ત તમારી સાથે હોવો જોઈએ !!
Comments
Post a Comment