[2022] 50+ Best Makar Sankranti Quotes, Wishes, Status & Shayari Text in Gujarati
Makar Sankranti Quotes in Gujarati અંગ્રેજી મહિના પ્રમાણે ઉજવાતો હિંદુ તહેવાર કે જે દર વર્ષે ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવાય છે. આ દિવસે સુર્ય ઉતર તરફ પ્રયાણ કરે છે આથી આ દિવસને ઉતરાયણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ દિવસે સુર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે. અને સુર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાતર કરે છે તેને સંક્રાંતિ કહે છે આથી જ આ દિવસે સુર્ય મકર રાશિમાં સ્થાનાંતર કરતો હોય આ દિવસને મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. મકરસંક્રાંતિનો આ તહેવાર બધા રાજ્યોમાં જુદા જુદા નામથી જેમકે પંજાબ અને હરિયાણામાં લોહરી, આસામમાં બિહુ, તમિલનાડુમાં પોંગલ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ અને મધ્યપ્રદેશમાં આ તહેવારને મકરસંક્રાંતિ જ્યારે ગુજરાતમાં તેને ઉતરાયણ તરીકે ઉજવવામાં આવે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશતા જ કમૂર્તા પૂર્ણ થાય છે અને લગ્નના માંગલિક કાર્યોનો શુભ આરંભ થાય છે. મહાભારતકાળમાં ભીષ્મ એ પણ મકરસંક્રાંતિના દિવસે જ દેહ છોડ્યો હતો. આથી મકરસંક્રાંતિના દિવસને "ભીષ્મદેહોત્સર્ગ" પ...